AHAVADANGGUJARAT

ડાંગ ભાજપા સંગઠનનાં નેજા હેઠળ હર ધર તિરંગા અભિયાન અંતર્ગત આહવા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આગામી 15મી ઓગસ્ટનાં રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અપીલ કરી છે. જેના ભાગ રૂપે આજે ડાંગ જિલ્લા ભાજપ સંગઠનનાં પ્રભારી રાજેશભાઈ દેસાઈ અને જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ગાવિત મહામંત્રી રાજેશ ગામિત, હરીરામ સાવંત તથા આદિજાતિ મોર્ચાનાં મંત્રી સુભાષભાઈ ગાઈનની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં જિલ્લા સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ એ જણાવ્યુ હતુ કે આઝાદીના 75 વર્ષ પૂરા થયા છતા લોકો ઘરે ઘરે તિરંગો ધ્વજ લગાવવા અસંમજશ છે,આ કાર્યક્રમ જનજાગૃતિ લાવવા માટેનો છે.લોકો સ્વયં તિરંગો લગાવે તેવો આપણો પ્રયત્ન છે.જન માણસમાં આપણા પ્રત્યે માન વધે તેવા કામો આપણે કરીએ છીએ, આપણા જિલ્લામાં સરકારના તિરંગા યાત્રાનાં કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો કરવાના છે.જેમાં વૃધ્ધો યુવાનો, એનજીઓ, સખી મંડળો પણ જોડાય તેવી અપીલ કરી હતી.અને જ્યાં તિરંગા યાત્રા નથી યોજાતી ત્યાં પણ આપણા સ્થાનિક ધારાસભ્ય, સંગઠન સાથે રહી યાત્રાનું આયોજન કરવાનું છે. જેમાં પ્રતિમાઓની સફાઈ, શહીદ પરિવારોનું સન્માન, મૌન રેલી વગેરે કાર્યક્રમો કરવાના છે.14 મી ઓગસ્ટે ભાજપા પક્ષ દ્વારા સમગ્ર  ડાંગ જિલ્લામાં વિભાજન વિભીષીકા દિનનો કાર્યક્રમ સાથે મૌન રેલી પણ યોજવાની છે. દરેક મંડલમાં 10 થી 12 હજાર તિરંગા ધ્વજ ઘરે-ઘરે લગાવવાનું લક્ષ્યાંક રખાયો છે.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત દ્વારા સ્વાગત પ્રવચન કરી જણાવેલ છે કે આ તિરંગા યાત્રામાં તથા સરકારના કાર્યક્રમમાં સમાજના તમામ લોકો જોડાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!