
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભ્રષ્ટાચાર ની તો હદ થઇ…?: મેઘરજ તાલુકાના કરોડો રૂપિયાના રસ્તાના ના કામોમાં વેઠ, અધિકારીઓ ના ઉપરવટ જઈને થઇ રહ્યાં છે કામો
માર્ગ અને મકાન વિભાગ માં જાણે કે હવે ગુજરાત નહિ પણ સમગ્ર જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાના વિવિધ રસ્તાઓના કામો સામે આવી રહ્યા છે જ્યાં એક સોધો અને તેર તૂટે તેવી સ્થિતિ છે.કહેવું તો કોને કહેવું જેવી સ્થિતિ હવે જોવા મળી રહી છે. રસ્તા ના કામો કરોડો ના છતાં હલકુ કામ તો પણ કાર્યવાહી થતી નથી જેતે તંત્ર સામે આવું કેમ આ સવાલો આજે પણ અકબંધ છે.
અરવલ્લી જિલ્લામાં પણ રસ્તાના કામોમાં પણ મસ મોટો ભ્રષ્ટાચાર થતો સામે આવી રહયો છે. પરંતુ તંત્ર આટલુ નિષ્ક્રિય કેમ અને ચૂપ કેમ છે. જવાબદાર અધિકારીઓને ધ્યાને આવતું નથી કે પછી જાણી જોઈ નિશબ્દ રહ્યા છે. કરોડો રૂપિયાના રસ્તાઓ માત્ર બે જ મહિનામાં બિસ્માર થતા હોવાના આક્ષેપો સાથે જાગૃત નાગરિકે રોષ ઠાલવ્યો છે.
મેઘરજના ગેડ પાટિયા થી લઇ ને નવાગામ તેમજ રખાપુર પટેલ છાપરા ના વિસ્તારમાં બનાવવામાં આવેલ ડામર રોડમાં ભ્રષ્ટાચાર ઉપસી આવ્યો હોવાના આક્ષેપો સાથે રસ્તાઓ પર બનાવેલા ગરનાળા માત્ર એકજ મહિનામાં બેસી ગયા અને આ બાબતે જાગૃત નાગરિકો અને મીડિયાના અહેવાલ પછી રીપેરીંગ કામ કરાવામા આવ્યું પણ એમાં પણ વેઠ વારી હોય તેવા પણ આક્ષેપો થયા છે કરોડો રૂપિયા ના રસ્તાઓના કોમામાં આવું પણ કામ થાય છે ત્યારે આ રસ્તામાં સ્થાનિકોદ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ થયાં છે ચોમાસાના બે માસમાં જ રોડ પર ખાડા પડ્યા છે.સંબધિત તંત્રને જાણ કર્યા બાદ પણ સમારકામમાં વેઠ વાળી હોવાના આક્ષેપ થયાં છે હાલ આ કામમાં થયેલા કામ માટે અધિકરીઓ એ ભ્રષ્ટાચારને પણ દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ સરકાર ની પણ આવા ભ્રષ્ટ બાબુ ની રહેમ નજર હોવાના જાગૃત નાગરિક ના આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો છે
				



