Rajkot: સફાઇ કામદારોને હાથથી મેલુ ઉપાડવાની કામગીરીમાંથી મુકત કરાવવા સરકાર કટિબધ્ધ

તા.૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
નગરપાલીકા અને ગ્રામ પંચાયત ખાતે સર્વે કામગીરીનો પ્રારંભ – દિવસ ૭ માં નોંધ કરાવવી
Rajkot: રાજકોટ જિલ્લામાં “ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેટ એઝ મેન્યુઅલ સ્કેવેજર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩”નો અસરકારક રીતે અમલીકરણ થાય છે. તેના અનુસંધાને જિલ્લામાં હજુ પણ કયાય હાથથી મેલુ ઉપાડવાનુ કામ થતુ હોય તો તેને રોકવા માટે સરકારશ્રી દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. સભ્ય સચિવ જિલ્લા સર્વે સમિતિ વ અનુસૂચિત જાતી કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રીના જણાવ્યા મુજબ જે સફાઇ કામદારો હાથથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઇ કામદારોની સર્વેની કામગીરીનો પ્રારંભ શરુ કરવામાં આવ્યો છે. આ કામગીરી હેઠળ એક સપ્તાહમાં શહેરી વિસ્તારમાં રહેતા લોકોએ નગરપાલીકાની કચેરીમાં સેનેટરી ઇસ્પેકટર (એસ.આઇ) અથવા નગરપાલીકા તરફથી નકકી કરેલ કર્મચારી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
નકકી કરેલ સમય મર્યાદામાં અરજદાર નગરપાલીકામાં/ગ્રામ પંચાયતમાં રજુઆત કરવાની રહેશે. ત્યારબાદ પુનઃ સર્વેની કામગીરી કરવામાં આવશે નહી જેની નોંધ લેવા વિભાગ દ્વારા જણાવાયું છે.
આ સર્વેનો હેતુ કોઇપણ પ્રકારની લોન આપવા કે અન્ય સહાય આપવા માટેનો નથી. પરંતુ જે સફાઇ કામદારો હાથેથી તેમજ માથેથી મેલુ ઉપડતા હોય તેવા સફાઇ કામદારોને આ કામગીરીમાંથી મુકત કરવાનો હોઇ, તેવા સફાઇ કામદારોએ નગરપાલીકા/ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે અને તેઓ કઇ જગ્યાએ હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડે છે તેના પુરાવા સાથે નગરપાલીકા/ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે તેમ જિલ્લા સર્વે સમિતિના સભ્ય સચિવશ્રી વ નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ રાજકોટની યાદીમાં જણાવાયું છે.



