‘આપ’ દ્વારા ભાવનગરના સિહોર અને તળાજા ખાતે જંગી જનસભાનું આયોજન થયું.
ભાવનગર જિલ્લાના તળાજા ખાતે વધુ એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું. આ બંને સભામાં આવનારી પંચાયત, પાલિકા, નગરપાલિકા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતની તમામ ચૂંટણીઓ મુદ્દે જિલ્લાના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશના નેતાઓએ સ્થાનિક આગેવાનોને માર્ગદર્શન આપ્યું: આપ
મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત જિલ્લાઓ બાદ હવે તાલુકા કક્ષાએ મીટીંગો અને સભાઓનું આયોજન થઈ રહ્યું છે: આપ
ભાવનગર
આમ આદમી પાર્ટી આવનારી પાલિકા, મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓમાં પુરા જોરશોરથી લાગેલી છે. આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સવારે 10:00 વાગે એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ બપોરે 3:00 વાગે ગોપાલભાઈ ઇટાલીયા અને રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ભાવનગર જિલ્લાના તળાજા ખાતે વધુ એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું. આ બંને સભામાં આવનારી પંચાયત, પાલિકા, નગરપાલિકા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતની તમામ ચૂંટણીઓ મુદ્દે જિલ્લાના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કઈ રીતે પ્રજાના પ્રશ્નો ઉઠાવવા, કઈ રીતે સોસાયટીઓમાં જઈને ચૂંટણીલક્ષી મીટીંગો કરવી, કઈ રીતે પ્રજાના પ્રશ્નો મુદ્દે તંત્ર સમક્ષ રજૂઆત કરવી અને કઈ રીતે ચૂંટણીના તમામ તબક્કાઓમાં ઝીણવટપૂર્વક રણનીતિ બનાવવી તેવા તમામ મુદ્દા ઉપર ગોપાલભાઈ ઇટાલીયા અને રાજુભાઈ સોલંકીએ તમામ કાર્યકર્તાઓ અને સ્થાનિક પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. હાલ આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતના પ્રદેશના નેતાઓએ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને હવે જિલ્લાઓ બાદ તાલુકા કક્ષાએ કાર્યક્રમ થઈ રહ્યા છે અને જેના કારણે આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણી માટે વધુ મજબૂત બની રહી છે.







