ARAVALLIMODASA

ભિલોડાના શામળાજી ખાતે વિશ્વ આદિવાસી દીવસની ઉજવણી કરાઈ, કેબિનેટ મંત્રી રહ્યા ઉપસ્થિત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડાના શામળાજી ખાતે વિશ્વ આદિવાસી દીવસની ઉજવણી કરાઈ, કેબિનેટ મંત્રી રહ્યા ઉપસ્થિત

અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આ આદિવાસી દિવસની ઉજવણી
શામળાજીના એકલવ્ય શાળા ખાતે કરાઈ હતી શામળાજી ના મેળે રણજણિયું રે પેજણિયું વાગે સાથેના લોકગીત થકી સાથે ઉત્સાહથી આદીવાસી દિવસની ઉજવણી થઇ હતી
મંચસ્થ સન્માનનીય વહિવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ એ આદિવાસીઓની પહેચાન માથે ફાળિયું બાંધીને આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું કેબિનેટ મંત્રી એ જણાવ્યું હતું અને નિવેદન આપ્યું હતું કે અરવલ્લી જિલ્લા ના 500 આદિવાસીઓ ને ધનપતી બનાવવા નું લક્ષાક છે જેમાં ઉદ્યોગને વેગ આપી આ સિદ્ધ હાંસલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ધારાસભ્ય પી સી બરંડા એ આદિવાસી જનતા ને સરકાર દ્વારા મળેલ લાભની વાત કરી હતી આદિવાસી સમાજ ના લોકો ને રોજગારી માટે અલગ ઉદ્યોગો સ્થાપવા પણ વાત કરાઈ હતી આદિવાસી દિવસની ઊજવણી ના ભાગ રૂપી દરેક ક્ષેત્રે પ્રગતિ કરેલ આદિવાસી ભાઈ બહેનો ને સન્માન રૂપી પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાયા હતા

Back to top button
error: Content is protected !!