GUJARATHALOLPANCHMAHAL

હાલોલ પંથકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ,પારંપારિક વેશભૂષા અને પોશાક ધારણ કરી આદિવાસી દિવસની ઉજવણી કરાઇ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૮.૨૦૨૪

હાલોલ નગર સહિત પંથકમાં આદિવાસી સમાજના લોકો દ્વારા આજે શુક્રવાર ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો સાથે હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણ માં કરવામાં આવી હતી.જેમાં વિશ્વના આદિવાસી સમુદાયના લોકો નાં ઉત્થાન અને ઉન્નતી માટે તેમજ સમગ્ર વિશ્વમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુ ને લઇ ને ૧૯૯૪થી યુનાઈટેડ નેશન દ્વારા ૯મી ઓગસ્ટના દિવસને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે જાહેર કરી સમગ્ર વિશ્વભરમાં ૯મી ઓગસ્ટના રોજ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેમાં ૯મી ઓગસ્ટ શુક્રવાર ના રોજ સમગ્ર વિશ્વ સહિત ભારત ભરમાં અને ગુજરાત ખાતે પણ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.જેને અનુલક્ષીને હાલોલ પંથકના આદિવાસી સમુદાય દ્વારા પણ શુક્રવારના રોજ વિવિધ કાર્યક્રમો થકી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલોલ પંથકના આદિવાસી સમાજના લોકો પોતાના પારંપારિક વેશભૂષા અને પોશાક ધારણ કરી હાથમાં તીર કાંમઠા તલવાર સહિત નાં આદિવાસી શસ્ત્રો સાથે હાલોલ નગર પાલીકાના કોમ્યુનિટી હોલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી વિશાળ રેલી યોજાઇ હતી જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.આ પ્રસંગે આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ કંજરી સ્ટેટ યુવરાજ અને પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયૂરધ્વજસિંહજી પરમાર તેમજ વિવિધ રાજકીય અગ્રણીઓ અને આદિવાસી સમાજના લોકો આ ઉજવણી માં જોડાયા હતા અને હર્ષ ઉલ્લાસ પૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!