GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડાના દાંડિયાપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જિલ્લા ભાજપા મહામંત્રીની ઉપસ્થિતીમાં રંગેચંગે કરવામાં આવી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૮.૨૦૨૪

આજે સમગ્ર દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરા ની રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા ખાતે પણ “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપમાં મહામંત્રી મયંકકુમાર દેસાઈ,યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ અનેક ગામોના સરપંચો આગેવાનો એ રાજા રૂપસિંગ નાયકની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રધાંજલી અર્પણ કરી હતી.આ પ્રસંગમાં જીલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ,તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બારિયા,મહામંત્રી તખતસિંહભાઈ બારિયા,ભાવસિંગભાઇ બારિયા,ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ જયસ્વાલ,રાજેન્દ્રસિંહ રાણા,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિક્રમભાઈ બારિયા,પૂર્વ કારોબારી અધ્યક્ષ જ્યોતિન્દ્રસિંહ રાણા,વાવ પંચાયતના સરપંચ રાજુભાઈ બારિયા,જાંબુઘોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ,તેજગઢ થી પધારેલ દિનેશભાઈ નાયક,અરવિંદભાઈ રાઠવા તથા નાયક તેમજ રાઠવા સમાજના આગેવાનો,ગ્રામ પંચાયતના સદસ્યો તથા ખૂબજ મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાની પરંપરાગત વેસભૂસામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ડીજેના તાલે આદિવાસી લોક નૃત્ય ટીમલી ના તાલે આદિવાસીઓ જુમી ઉઠ્યા હતા અને આદીવાસી દિવસની ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!