DAHODGUJARAT

દાહોદ શહેરમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ધુમધામથી ઉજવામાં આવી

તા. ૦૯. ૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ શહેરમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ધુમધામથી ઉજવામાં આવી.છાપરી ગામથી રેલી નીકળી આદિજાતિ ભવન ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં રેલીનું પૂર્ણાહુતી કરાઈ

 

આજરોજ શુક્રવાર એટલે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ને અનુલક્ષીને આદિવાસી પરિવાર દ્વારા મહારેલી નિકાળી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામા આવી.9 ઓગસ્ટના દિવસે એટલે આજરોજ દાહોદ જિલ્લામાં દાહોદ,ગરબાડા,ઝાલોદ, ફતેપુરા, તેમજ લીમખેડા મુકામે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.તો સાથે સાથે આ દિવસે સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મહારેલીનું આયોજન કરાયું હતું. વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા રોડ તાતિયા ભીલ શેડ ખાતે આવેલા તાત્યા ભીલ શેડ નીચે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા ધૂણી દખાવી ખત્રીઓનું પૂજન કરવામાં આવ્યુ હતું.જ્યારે દાહોદ શહેરમાં મુખ્યત્વે બે દિશાઓમાંથી સાંસ્કૃતિક મહારેલીની શરૂઆત કરાઈ હતી.પ્રથમ રેલી નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી શરૂ કરવામાં આવી હતી.જે બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ સર્કલ,ચાર થાંભલા,ભરપોડા સર્કલ થઈ બિરસા મુંડા ચોક ખાતે પહોંચી હતી.તો બીજી મહારેલી શહેરના ગોધરા રોડ નાકાથી શરૂઆત થઈ ગોધરારોડ, દેસાઈવાડ, હુસેની મસ્જિદ થઈ બિરસા મુંડા સર્કલ પાસે પહોચીં હતી.જ્યાં બંને રેલીનું સમાગમ થઈ અને મહારેલી સ્વરૂપે માણેકચોક, નગરપાલિકા,કોર્ટ રોડ, ચાકલીયારોડ,ઠક્કરબાપા સર્કલ થઈ તાલુકા પંચાયત સામે આદિજાતિ ભવન ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી

Back to top button
error: Content is protected !!