
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ધનસુરાની કેશરપુરા શાળામાં SMC કમિટીને અંધકારમાં રાખી કામ થતું હોવાના આક્ષેપો ઉઠ્યા, જિલ્લાશિક્ષણાઅધિકારી કચેરી ખાતે લેખિત અરજી આપી
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ કેશરપુરા શાળામાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો અને શાળાની ચાલતી SMC કમિટીને અંધકારમાં રાખી શાળાનું કામકાજ થતું હોવાના આક્ષેપો સાથે જિલ્લા શિક્ષણાધિકારી ને લેખતી અરજી આપી રજુઆત કરી હતી શાળાના છેલ્લા ચાર પાંચ વર્ષથી હિસાબો રજુ કરવામાં આવતા નથી તેમ ગ્રામજન એ જણાવ્યું હતું બીજી તરફ કેશરપુરા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે શાળામાં ફરજ બજાવતા પત્નીના પતિની દાદાગીરી થતી હોવાના પણ આક્ષેપો છે સમગ્ર ઘટના ને લઇ ગ્રામજનો એ જિલ્લાશિક્ષણ કચેરી ખાતે લેખિત અરજી આપી ન્યાય ની માંગણી કરી હતી




