ANANDANAND CITY / TALUKOGUJARAT

ઉમરેઠમાં રોગચાળાને અટકાવવા કામગીરી કરાઈ.

ઉમરેઠમાં રોગચાળાને અટકાવવા કામગીરી કરાઈ.

તાહિર મેમણ – 09/08/2024- આણંદ – સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ ખાતે દાખલ દર્દીઓની મુલાકાત લઈ આરોગ્ય વિભાગની ટીમોને રોગચાળા અટકાયતી અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી તેમજ નગરપાલિકાને પીવાના પાણીની પાઈપલાઈનમાં મળેલા લીકેજને તાત્કાલિક રીપેર કરવા અંગે સૂચના આપી હતી.

જે અન્વયે ઉમરેઠ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ ૨૩ જેટલાં ઝાડા-ઉલ્ટીના નવા કેસો જોવા મળ્યા છે જેમાંથી ૧૦ કેસોમાં સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી છે જ્યારે ૧૩ જેટલાં દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી સારવાર આપવામા આવી રહી છે. આરોગ્ય વિભાગની ૧૬ ટીમો દ્વારા ૭૬ ઓ.આર.એસ. પેકેટ તથા ૧૧૦ જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ રોગચાળો પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી ફેલાયો હોવાનું માલુમ પડતા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને કોલેરાથી બચવા અને કોલેરાના જંતુઓને અટકાવવા માટે કેટલાક પગલાઓ અનુસરવા જણાવ્યું છે.

જેમાં નાગરિકોને શૌચક્રિયા બાદ સાબુથી ઘસીને હાથ ધોવા, કોલેરાના જંતુ નખમાં ભરાઈ રહેતા હોય તેથી નખ કાપેલા રાખવા, કોલેરાના દર્દીના અંદરના કપડા અને ટોવેલ/હાથ-રૂમાલને અલગ ગરમ પાણી-પાવડરમાં બોળીને તાપમાં સૂકવવા જેથી તેની અંદર રહેલા બેકટેરીયા નાશ પામે, કોલેરાના દર્દીએ સંડાસ-બાથરૂમના નળ-બારણાના હેન્ડલને અડકવાથી બેકટેરીયા ત્યાં હોઈ શકે માટે જ્યાં દર્દીએ સ્પર્શ કર્યું તે તમામ જગ્યાને પાવડરવાળા (હાઈપોક્લોરાઈડથી) પાણીથી દરરોજ સેનીટાઈઝ કરવા, જાહેર શૌચાલયોમાં દરરોજ અચૂક સેનીટાઈઝેશન કરવા, ખુલ્લામાં સંડાસ જવાનું ટાળવા, હંમેશા ગરમ અને તાજો તથા ઢાંકેલો ખોરાક ખાવા, બજારનો ખુલ્લો અને વાસી ખોરાક નહિ ખાવા, ઝાડા-ઉલ્ટીથી બગડેલા કપડાં ગરમ પાણીમાં પાવડરમાં બોળીને ધોવા અને તાપમાં સૂકવવા, દર્દીએ ઉપયોગમાં લીધેલ તમામ વસ્તુઓને બેકટેરીયા મુકત કરવા ગરમ-પાવડરવાળા પાણીમાં ધોવા/સાફ કરવા જેવા પગલા અનુસરવાથી કોલેરા અને કોલેરા ફેલાવતા જંતુઓને અટકાવી શકાય છે.

Back to top button
error: Content is protected !!