SABARKANTHA

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઇડર પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગૌપૂજન કરી ગૌસેવાની પ્રવૃત્તિઓ નિહાળી

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઇડર પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગૌપૂજન કરી ગૌસેવાની પ્રવૃત્તિઓ નિહાળી*
****

*અત્યાધુનિક પશુ-ચિકિત્સાલયની મુલાકાત લઈ મુખ્યમંત્રીશ્રીએ સંચાલકો તથા દાતાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો*
****

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠા જિલ્લાના ઇડર મુકામે આવેલી પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગાયોને ગોળ ખવડાવી ગૌપૂજન કર્યું હતું. આ ઉપરાંત તેઓશ્રીએ અહીં ચાલતી ગૌસેવાની પ્રવૃત્તિ નિહાળી દાતાશ્રીઓની સેવાભાવનાને બિરદાવી હતી. પાંજરાપોળ સંસ્થા દ્વારા સંચાલિત અત્યાધુનિક પશુ-ચિકિત્સાલયની પણ મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લઈ સારવાર વિષયક વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ પરિસરમાં પૂ. રામજીબાપા સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અહીં જાળવવામાં આવતી સ્વચ્છતા અને સુવ્યવથાઓની મુખ્યમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. બાદમાં તેઓશ્રીએ સંચાલકો તથા દાતાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

પાંજરાપોળ સંસ્થા દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. અહીં સરગવાનો છોડ રોપી મુખ્યમંત્રીશ્રીએ પ્રકૃતિના જતન-સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.

આ અવસરે પૂર્વમંત્રી અને ધારાસભ્યશ્રીઓ રમણલાલ વોરા અને ગજેન્દ્રસિંહ પરમાર, ટ્રસ્ટીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!