GUJARATSAYLA

સાયલા ખાતે આશાવર્કર બહેનો એ વિવિધ માંગણીઓ નાં પ્રશ્નો અંગે બેઠક યોજી.

આશાવર્કર બહેનોએ 20 જેટલા પ્રશ્નો ને ધ્યાનમાં લઇ બેઠકનું આયોજન કરાયું.

પડતર પ્રશ્નોની માંગણી ને ધ્યાનમાં લેવા ઋષિકેશ મંત્રીશ્રીને રજૂઆત કરાઈ.
પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો
હડતાળ પર ઉતરવાની ચીમકી આપી.

સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકામાં સવારે ૧૦ વાગ્યે લાલજી મહારાજની જગ્યા ખાતે આશાવર્કર બહેનો નાં વિવિધ માંગો ને લઈ મિંટીગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યાન ભોજન, તેડાગર બહેનો, ફીક્સ પગાર તથા બોનસ જેવા અનેક પ્રશ્નો એ ધ્યાનમાં લઇ બેઠકનું આયોજન કરાયું.જેમાં સરકારશ્રી ને૧૫ થી વધારે માંગણીઓ રજુઆત કરવામાં આવી હતી. તેમજ આશાવર્કર બહેનોએ જણાવ્યું કે આગામી સમયમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો હડતાલ પર ચીમકી ઉચ્ચારી હતી.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!