WAKANER:જડેશ્વર મહાદેવ મંદિરે યોજાનાર લોકમેળાને લઈને ભારે વાહનો માટે પ્રવેશબંઘી
WAKANER:જડેશ્વર મહાદેવ મંદિરે યોજાનાર લોકમેળાને લઈને ભારે વાહનો માટે પ્રવેશબંઘી
જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બિજા સોમવારના રોજ પૌરાણીક મેળો ભરાતો હોય અને જે મેળામાં લજાઇ ચોકડી થી વાંકાનેર જવા માટેનો સ્ટેટ રોડ નીકળતો હોય, જે રોડ પર જી.આઈ.ડી.સી વિસ્તાર આવેલ હોવાથી ભારે વાહનોની અવર-જવર વધુ પ્રમાણ રહેતી હોવાના કારણે મેળામાં ટ્રાફિક સમસ્યા ન ઉદભવે તે માટે જિલ્લા કલેકટર દ્વારા ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામામાં દર્શાવેલ રૂટ ઉપર આવતીકાલે તા.11ના બપોરે 12 વાગ્યાથી તા.12ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 36 કલાક સુધી ભારે વાહનો ઉપર પ્રવેશબંધી રહેશે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર ભારે વાહનો લજાઇ ચોકડી થી હડમતીયા ગામ, નાના-મોટા જડેશ્વર, વડસર તળાવ, રાતીદેવળી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી. ઉપરાંત મોરબીના રવાપર ગામ થી ઘુનડા(સ), સજ્જનપર, નાના-મોટા જડેશ્વર, રાતીદેવડી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી. ટંકારા ખીજડીયા ચોકડીથી અમરાપર, ટોળ, કોઠારીયા, મોટા જડેશ્વર, રાતીદેવડી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી. તેઓ માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેઓ લજાઇ ચોકડી તરફથી જતાં મિતાણા ચોકડીથી વાલાસણ ગામ, પીપળીયા રાજ, અમરસર, વાંકાનેર શહેર તરફ જઇ શકશે.ઉપરાંત વાંકાનેરથી લજાઇ ગામ, રાતી દેવડી વડસર તળાવ નાના મોટા જડેશ્વર તરફ પ્રવેશી શકાશે નહી. તીથવા ગામથી નાના મોટા જડેશ્વર તરફ જવાના રોડ પર પ્રવેશી શકશે નહી. તેઓ માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં તેઓ વાકાનેર શહેરથી અમરસર, પીપળીયા રાજ, વાલાસણ ગામ મિતાણા ચોકડી, ટંકારા થી લજાઈ તરફ જઈ શકશે.આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.