MORBI:મોરબીના ઘુંટુ ગામ પાસે ઇંગ્લિશ દારૂ બિયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના ઘુંટુ ગામ પાસે ઇંગ્લિશ દારૂ બિયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલકે ઘુંટુ ગામની સીમમાં કેનાલ રોડ ઉપર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્લાસ્ટિક બાચકા તેમજ કાપડના થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી. જેથી કરીને પોલીસે ૧૭૮૪ બોટલ દારૂ અને ૧૧૮ બિયરના ટીન તેમજ વાહન સહિત કુલ મળીને ૮,૬૫,૪૬૦ નો મુદ્દામાલ કબ્જે કરીને બે આરોપીની ધરપકડ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં કેનાલ રોડ ઉપર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામે દારૂ હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિક બાચકા તેમજ કાપડના થેલામાં દારૂ અને બીયર ભરેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે ૧૭૮૪ બોટલ દારૂ અને ૧૧૮ બિયરના ટીન, ચાર બાઇક અને મોબાઈલ સહિત કુલ મળીને ૮,૬૫,૪૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને હાલમાં પોલીસે હેમસિંગ નંદાસિંગ રાવત (25) અને ચંદ્રસિંગ ડવસિંગ રાવત (24) રહે. બન્ને રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે.બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.