MORBI:મોરબી વાવડી રોડ પર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
MORBI:મોરબી વાવડી રોડ પર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી મોવડી રોડ લોમજીવન સોસાયટીમાં આરોપી સાહીલભાઈ ઉર્ફે ચિનો મહમદભાઇ લાઘાણી ઉ.વ.૨૪વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૦ કિં રૂ. ૨૬૨૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી સાહીલભાઈ ઉર્ફે ચિનો મહમદભાઇ લાઘાણી ઉ.વ.૨૪ રહે. મોરબી મોવડી રોડ લોમજીવન સોસાયટી તથા આશીફભાઈ અનવરભાઈ મીનીવાડીયા (ઉ.વ.૩૬) રહે. ઘાંચી શેરી મોરબીવાળાને ઝડપી પાડી તપાસ હાથ ધરતા અન્ય એક ઈસમ ધનરાજ સિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે. વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.