GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો વિદેશી દારૂ

અમીન કોઠારી મહીસાગર

તા. ૧૧/૮/૨૪

મહીસાગર એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવતો વિદેશી દારૂ.

બે આરોપીઓને ઝડપી પાડતી મહીસાગર એલસીબી.

 

 

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાન નિરીક્ષક આર.વી.અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના ઓએ પ્રોહીબિશનની અસરકારક કામગીરી કરવા તેમજ મહીસાગર જિલ્લાની દારૂની હેરાફેરી તથા વેચાણ સહિતની પ્રોહીબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમનો સામે કડક હાથે કાર્યવાહી કરવા સારું સૂચન કરવામાં આવેલ છે.

ત્યારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. અસારીનાઓની સાથે સ્ટાફ ના માણસો સરકારી તથા ખાનગી વાહનમાં લુણાવાડા ટાઉન વિસ્તારમાં પ્રોહી. ગુના શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન સાથેના અ.હે.કો. ને ખાનગી રાહે બાતમી મળતાં, એક બંધ બોડીની મરૂન કલરની આઇસર ટ્રક નંબર DL 1MB-0694 ની ગાડીમાં ડ્રાઇવર કેબીનના પાછળના ભાગે બોડીમાં ચોરખાનું બનાવીને તેમાં દારૂનો જથ્થો ભરીને સંતરામપુર તરફથી લુણાવાડા થઈ અમદાવાદ તરફ જનાર છે, તેવી મળેલી બાતમીના આધારે સ્ટાફના માણસો તે ગાડીની વોચમાં રહેલ હોય તે દરમિયાન નજીક બાતમી વાળી મરૂન કલરની આઇસર ટ્રક સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવતી હોય તે ટ્રકને રોડ ઉપર ટ્રાફિક જામ કરીને રોકી લેવામાં આવી હતી, અને તેમાં બેઠેલ બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા …

ત્યારબાદ આઇસર ટ્રકની ઝીણવટ ભરી તપાસ કરતા ટ્રકનો આગળનું કેબીન ખોલી કેબીનના પાછળના ભાગે બોડીમાં જોતા બોડીમાં વચ્ચેનો પતરા નો ભાગ કાપી ને ઢાંકણથી બંધ કરેલ હોવાનું જણાય આવ્યું હતું….

જે ચોર ખાનાનું પતરૂ ખોલીને જોતા તેમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂના પુઠાના બોક્સ ભરેલા હોય આઈસર ટ્રકની એલસીબી ઓફિસે લાવીને તેનું વધુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આઇસર ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો નંગ ૨૧૬૯ જેની કિંમત રૂપિયા ૫,૭૬,૨૯૪/- મળી આવેલ હતી, આઇસર ટ્રક ની કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦/- (દસ લાખ), એક મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- (દસ હજાર), તથા બીલટી મુજબ ની મશીનરી જેની કિંમત રૂપિયા ૭,૬૪,૩૮૦/- આમ કુલ મળી રૂપિયા ૨૩,૪૮,૬૭૪/ – ના મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે, લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

પોલીસ ધ્વરા ઝડપી પાડવામાં આવેલ આરોપીમાં (૧) જૈદ અલી ઉર્ફે જુનેદ હસન મહંમદ રહેનીયા, જાતે મુસ્લિમ, ઉંમર વર્ષ 27, રહેવાસી ગામ છરોડા, થાના, તાઉડું, જિલ્લો નુ (હરિયાણા),(૨) લતીફ જમશેદ સહ રાવત, જાતે મુસ્લિમ, ઉંમર વર્ષ 20, રહેવાસી ગામ આકોડા, થાના, ગોહાના મોડ મે વાત, જીલ્લો ..નૂહ (હરિયાણા) ને મહીસાગર lcb એ ઝડપી પાડેલ છે.

Back to top button
error: Content is protected !!