
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુર : સુરાતનપુર ગામે 10 પશુઓને લીલો ઘાસચારો ખવડાવ્યા બાદ ઝેરની, 4 પશુઓના નીપજ્યા મોત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સુરાતનપુર ગામે ખેડૂતના માટે આભ ફૂટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં ખેડૂતે ખેતરમાંથી લાવેલ ઘાસ ચારો પશુને ખવડાવતા પશુને ઝેર ની અસર થઇ હતી જેમાં 4 પશુના મોતનીપજ્યા હતા અરવલ્લી જિલ્લામાં 10 પશુઓ ને લીલો ઘાસચારો ખવડાવ્યા બાદ ઝેરની અસર થતા 4 પશુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવતા ચકચાર જોવા મળી હતી
માલપુર તાલુકાના સુરાતનપુર ગામની ગત સાંજના પશુપાલકે પોતાના ખેતરમાંથી લાવેલ ધાસ ચારો ખવડાવ્યા બાદ એકપછી એક એમ 10 પશુને ઝેરની અસર થતા,બે ગાભણ સહિત 4 પશુના મોત નિપજયા હતા ઘટનાની જાણ માલપુર સરકારી પશુ ચિકિસ્તક ને કરવામાં આવતા ટીમ પશુ પાલકના ઘરે આવી પહોંચી હતી સારવાર આપતા 6 પશુનો બચાવ થયો હતો દિવ્યાંગ અને અત્યંત ગરીબ પશુપાલક ના એક સાથે 4 પશુ ઓ ના મોત ના કારણે જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિમાં મુકાયો હતો, ઝેરની અસરથીપશુઓના થતા મોતની ઘટનામાં કોઈ આર્થિક સહાયની જોગવાઇ ન હોવાનું તબીબે જણાવ્યું હતું,ગતરોજ સાંજના ખેતરમાંથી લાવેલ ઘાસચારો ખવડાવ્યા બાદ ઝેરની અસર થઈ હોવાનું સરકારી પશુ તબીબે માહિતી આપતા જણાવ્યું હતું





