JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાનો આ૫દા મિત્રોને રીફ્રેશર તાલીમ કાર્યક્રમ યોજાયો

જિલ્લાના 200 જેટલા GRD/Home Guard જવાનોએ આપતી વ્યવસ્થાપન અંગેની તાલિમ મેળવી

        તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪   જિલ્લા કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયાનાં  માર્ગદર્શન હેઠળ કલેકટરશ્રીની કચેરી અને જીલ્લા આ૫ત્તિ વ્યવસ્થા૫ન કેન્દ્ર જૂનાગઢ દ્વારા  પોલીસ હેડ ક્વાટર  ખાતે તા.૦૯ ઓગષ્ટ ના રોજ જુનાગઢ જિલ્લાનાં આ૫દા મિત્રોનો રીફ્રેશર તાલીમ કાર્યક્રમ યોજાયો. જેમા જિલ્લાના 200 જેટલા GRD/Home Guard જવાનોને  કુદરતી અને માનવસર્જિત આપત્તિ તથા અચાનક આવતી આપત્તિમાં કઈ રીતે રાહત અને બચાવ કરવો તે બાબતે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ , પ્રાથમિક સારવાર , શોધ અને બચાવ, માનવ સર્જિત આપત્તિઓમાં સાવચેતી રાખવી તથા આગ સલામતી, CPR , રોડ અકસ્માતમાં આપવાની પ્રાથમિક સારવાર તાલીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમમાં કામગીરી કરવી વગેરે વિષયો ની તાલીમ અને જાણકારી ડી.પી.ઓ.શ્રી ક્રતુ ત્રિવેદી, ડિઝાસ્ટર મામલતદાર, કેશોદ નગપાલીકા ફાયર શાખાના ફાયર સ્ટાફ, SDRF ગોંડલ  ની  ટીમ તેમજ 108 સેવા દ્વારા  તાલીમ આ૫વામાં આવી.

         આ તાલીમ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.એફ. ચૌધરી દ્વારા તાલીમાર્થીઓ ને તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ તાલીમ કાર્યક્ર્મમાં  ડીઝાસ્ટર મામલતદાર પી.એમ.ખ્રિસ્તી, ડી.પી.ઓ. ક્રતુ ત્રિવેદી તેમજ નાયબ મામલતદાર  ભુપેન્દ્રભાઈ પરમાર હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!