હાલોલ નગરમાં પુષ્ટિ સંપ્રદાય હવેલી ખાતે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ઠાકોરજીને પૂ.પ.શ્રી ના હસ્તે હિંડોળા માં જુલાવામાં આવ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૮.૨૦૨૪
છોટે કાંકરોલી નું બિરુદ પ્રાપ્ત કરેલ હાલોલ ખાતે પ.પૂ.શ્રી ડો વાગીશકુમારજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં બ્રહ્મસંબંધ અને શ્રીજીને હિંડોળામાં ઝુલાવવાના અલૌકિક મનોરથ દર્શન યોજાયા હતા.હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ માં પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવ હવેલીઓમાં શ્રી ઠાકોરજી ને અવનવા સજાવટ કરેલ શુશોભીત હિંડોળા માં બિરાજમાન કરી ભાવથી ઝૂલવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત હાલોલ નગરમાં પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે હિંડોળા મહોત્સવ ને લઇ ગતરોજ પૂ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી.ડો વાગીશ કુમાર મહારાજ ( સરકાર ) પધારતા વૈષ્ણવો હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો હતો. વહેલી સવારે છગન મગન લાલજી મંદિર ખાતે જીવનું પરમાત્મા સાથેનું મિલન એમ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવા આવેલા યુવાઓ યુવતીઓ ને પૂજ્ય શ્રી ના કરકમલો દ્વારા બ્રહ્મસંબંધની દીક્ષા ગ્રહણ પુષ્ટિ વૈષ્ણવ બન્યા હતા.બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરનાર તમામ વૈષ્ણવવોને પૂજ્ય શ્રી એ પુષ્ટિ માર્ગ શું છે બ્રહ્મસંબંધ લેવાથી શું ફાયદા અને બ્રહ્મસંબંધ શા માટે તેની વિશેષ ચર્ચા વચનામૃત દ્વારા કરી હતી.ઉપરાંત નગરમાં આવેલ બંને પુષ્ટિમાર્ગીય હવેલી માં નગર ની મધ્યમ માં આવેલ મંદિર ફળીયા ખાતે છગન મગનલાલ મંદિર તેમજ બસ્ટેન્ડ સ્થિત શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે પૂજ્ય શ્રી ના કરકમલો દ્વારા સુંદર રીતે સજાવટ કરેલ પ્રભુના હિંડોળામાં પૂ. શ્રી ના કરકમલો દ્વારા ઝુલાવવામાં આવ્યા હતા અને શયન આરતી ઉતારવામાં આવી હતી .જેમાં વૈષ્ણવો આજનો લ્હાવો લીજીયે કાલ કોણે દીઠી રે ,એમ પૂ શ્રી ને શ્રી વલ્લભ ને ઝૂલે ઝુલાવવામાં અલૌકિક લ્હાવો ,ચરણસ્પર્શ ,દંડવત પ્રણામ કરીને અહોભાગ્યવાન બન્યા હતા.આમ સાચે જ છોટી કાંકરોલીનું બિરુદ પ્રાપ્ત કરેલ હાલોલ ના વૈષ્ણવો પૂજ્યશ્રીના આગમનના પગલે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિના રંગે રંગાયા કીર્તનકારોએ પણ કીર્તનની ભારે રમઝટ જમાવી હતી.પૂ. શ્રી એ સમગ્ર હાલોલ પંથકની વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા.








