
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૧૧/૦૮/૨૦૨૪
નેત્રંગ તાલુકામાં આવેલ સરકારી વિનયન ને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. IQAC કો ઓર્ડીનેટર ડૉ. એન.એમ.રાઠવા, સપ્તધારા કો ઓર્ડીનેટર ડૉ. એસ.આર.વસાવા અને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા આયોજીત આ કાર્યક્રમ નિમિત્તે પ્રો.આનંદ વસાવા (ગુજરાતી વિભાગ, ગુજ.યુનિ.અમદાવાદ) પધાર્યા હતા. N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ.જે.એસ.દેસાઈ દ્વારા અતિથિ થકી વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિથી કરી ત્યારબાદ સંસ્થાના આચાર્યએ ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને અધ્યાપક મિત્રોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અતિથિ વિશેષ આનંદ વસાવાએ આદિવાસી સાહિત્ય અને સંસ્કૃતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમ નિમિત્તે વિદ્યાર્થીમિત્રોએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ ( આદિવાસી નૃત્ય, આદિવાસી લગ્નગીત વગેરે) રજૂ કરી હતી. આ કાર્યક્રમની સમગ્ર કોલેજ પરિવારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી.



