
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ-આહવા ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ નાં વર્ષ માટે F.Y.B.A./B.Com., તથા M.A./M.Com. માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અહીં વિદ્યાર્થીઓનાં પ્રવેશોત્સવ કાર્યક્રમની સાથે સાથે એન.એસ.એસ. વિભાગ દ્વારા ‘એક પેડ, માં કે નામ’ અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી ડૉ.રમેશદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને જીવનની વાસ્તવિક પરિસ્થિતિ, અને તેમાંથી પોતે પોતાની શક્તિ મર્યાદા પ્રમાણે યોગ્ય કૌશલ્ય કેળવીને આગળ વધવા સાથે કારકિર્દી ઘડતર તેમજ સ્ટાર્ટ અપની પોલિસી અંતર્ગત મળતી સહાય, અને તેમાથી પોતાનો વ્યવસાય શરૂ કરી સફળ થયા હોય એવા જીવંત ઉદાહરણો આપીને પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને જીવનની કારકિર્દી ઘડવા માટે પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડો. ઉત્તમ ગાંગુર્ડેએ, પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને વિદ્યામાં આગળ વધવા તેમજ પોતાનું જીવન ઘડતર કરવા વિવિધ કોલેજની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ જીવનમાં આગળ વધવા આહવાન કરી પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમનાં અંતે રાષ્ટ્રગાન કરી વિદ્યાર્થીઓને ‘એક પેડ, માં કે નામ’ અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.




