ANANDUMRETH

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તથા સરસ્વતી વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉમરેઠ તાલુકા અને શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો. આજ રોજ સરસ્વતી સ્કૂલ ઉમરેઠ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉમરેઠ ની ટીમ તથા સરસ્વતી સ્કૂલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે મળી વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. જેમાં ઉમરેઠના રતનપુરા ચોકડી થી સુંદરપુરા ફાટક જતો મુખ્ય માર્ગ ના ડિવાઇડર ઉપર વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવેલ હતું, આ પ્રસંગે વન વિભાગના ફોરેસ્ટર શ્રી વિક્રમસિંહ ઠાકોર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેન્દ્રીય સંગઠન સભ્ય ભવાનજી પટેલ ઉમરેઠ તાલુકા ચેરમેન ગંગદાસભાઈ પટેલ મહામંત્રી શ્રી રાકેશભાઈ પટેલ તથા તાલુકાના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો તથા સભ્યો શાળાના આચાર્યશ્રી શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!