વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજનાં આર.એફ.ઓ દિલીપ રબારી તથા વનકર્મીઓની ટીમ દ્વારા લાગુ રેંજ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે વેળાએ વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીને લાકડા તસ્કરી અંગેની ખાનગી રાહે બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે વઘઇ રેંજનાં વનકર્મીઓની ટીમે વઘઇ લોઅર નાકા પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ વઘઇ તરફથી મારૂતિ સુઝુકી કંપનીની ઓમીની વાન. ન.જી.જે.05.સી.જી.1005 જે વાંસદા તરફ જઈ રહી હતી.ત્યારે વઘઇ રેંજની વનકર્મીઓની ટીમે વઘઇ લોઅર નાકા પાસે આ ઓમીની વાન ઉભી રાખી તેમાં તપાસ કરતા સાગી ચોરસાનો જથ્થો મળી આવ્યો હતો.અહી વઘઇ રેંજ વિભાગનાં કર્મચારીઓએ ઓમીની વાનમાંથી પાસ પરમિટ વગરના સાગી ચોરસા નંગ-7 ઘન મીટર.- 0.280 જેની અંદાજીત રકમ- 20 હજાર અને ગાડીની અંદાજીત રકમ 40 હજાર એમ બન્ને મળીને કુલ કિંમત રૂપિયા 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.હાલમાં વાન ચાલકની અટકાયત કરવામાં આવી છે.આ લાકડા તસ્કરી બાબતે વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીએ ચાલકની અટકાયત કરી આ લાકડાનો જથ્થો ક્યાંથી ભર્યો તથા ક્યાં લઈ જવાઈ રહ્યો હતો.તેમજ લાકડાની તસ્કરીમાં કોણ કોણ સામેલ છે.જે અંગેની વધુ તપાસ હાથ છે..