MORBI:મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઇ તિરંગા યાત્રા
MORBI: મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઇ તિરંગા યાત્રા

૧૫મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ. જે રાષ્ટ્રીય પર્વ છે. અને *ઝંડા ઊંચા રહે હમારા* દેશ ભક્તિ ગીત એ તિરંગા ની આન બાન અને શાન છે જે સદાય લહેરાતો રહે લોકો માં દેશભાવના જાગૃત થાય તિરંગા નું સન્માન થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા નું આયોજન કરે છે તે જ રીતે આ વર્ષે પણ આજે તારીખ ૧૨ ઓગસ્ટના સાંજે ૫-૩૦ કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયું અને શાક માર્કેટ નગરપાલિકા થઈને સનાળા રોડ ઉપર નવાં બસ સ્ટેન્ડ સામે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરીને યાત્રા પૂરી કરવામાં આવી હતી. આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભક્તિને અનુરૂપ વિવિધ વેશભૂષા સાથે શહેરની જુદી જુદી સરકારી અંગે ખાનગી શાળા ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ યાત્રામાં થાક માર્કેટ યદુનંદન ગેટથી નગરપાલિકા કચેરીએ પહોંચી હતી જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને તેમજ ભગતસિંહજી પ્રતિમાને ઉત્પાંજલિ આપીને રવાપર રોડ ઉપર થી શનાળા રોડ પર ચાલતી થઈ હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી નવા બસ સ્ટેન્ડ સુધી માં તિરંગા યાત્રા નાં રૂટ માં ઠેર ઠેર લોકો એ સ્ટોલ ઉભા કરીને આ તિરંગા યાત્રા નું સન્માન કર્યું હતું. તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને દેશદાઝ ધરાવતા યુવાનો દ્વારા આઝાદી અમર રહો નાં ગગનભેદી સૂત્રોચાર થઈ રહ્યા હતા અને આ તિરંગા યાત્રા નવા બસ સ્ટેન્ડ સામે પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને પૂર્ણ થયેલી જાહેર કરી હતી. આ તિરંગા યાત્રા માં કલેકટર કે.બી.ઝવેરી, જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી,અધિક કલેકટર ખાચર, સસંદ સભ્યો વિનોદ ભાઇ ચાવડા, કેસરીસિંહ ઝાલા, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી ભાઇ દેથરીયા, શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, જયંતિ જેરાજ પટેલ, જીલ્લા ભાજપ મહિલા પાંખ નાં પ્રમુખ ભાવનાબેન કૈલા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, સહિત ભાજપના અગ્રણી અને કાર્યકરો આ તિરંગા યાત્રા માં જોડાયા હતા.







