છેલ્લા આંઠ વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ.

શ્રી સંદિપસીંઘ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ઈમ્તિયાઝ શેખ સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓ સુચના કરેલ કે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના અને રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના ઈન્ચાર્જ શ્રી વી.એસ.ગાવિત, પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ ગુનાના કામે પકડવાના બાકી આરોપી અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હક્કિત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન I ગુ.૨.નં.૪૫/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૩૨૪ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપીને છોટાઉદેપુર ટાઉન, વસેડી બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી ઉપરોકત ગુન્હાના કામે BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (1), (I) મુજબ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમઃ-
વિનુભાઇ ગજાભાઇ રાઠવા, રહે.મીઠીબોર, વાડીવસવા
ફળીયા, તા.જી.છોટાઉદેપુર
સારી કામગીરી કરનારઃ-
(૧) પો.ઈન્સ.શ્રી વી.એસ.ગાવિત
(૨) હે.કો.અમરસીંગભાઇ શંકરભાઇ
(૩) હે.કો.વિજયભાઇ નગીનભાઇ
(૪) હે.કો.રાજેશભાઇ મનુભાઇ
(૫) પો.કો.મહમદસાદિક અબ્દુલભાઇ
(૬) પો.કો.યોગેશભાઇ નથુભાઇ
(૭) ડ્રા.હે.કો.યોગેશભાઇ નારણભાઇ નાઓ જોડાયેલ હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી-છોટાઉદેપુર




