દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છવાઈ રાષ્ટ્રભક્તિની લહેર; ભાણવડ ખાતે વિશાળ તિરંગા યાત્રા યોજાઇ
સમગ્ર રાજ્યમાં "હર ઘર તિરંગા" અભિયાન વેગવાન બન્યું છે. જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી.

પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, કલેકટર શ્રી જી.ટી.પંડ્યા સહિતના મહાનુભાવોએ વિશાળ તિરંગા યાત્રાને લીલીઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન
***
મેઘવર્ષા વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો સહિતનામાં જોવા મળ્યા દેશભક્તિનો બુલંદ જુસ્સો
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેશના જન જનમાં રાષ્ટ્રભાવના પ્રબળ જ્યોત પ્રજ્વલિત થાય તેવા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે તા. ૦૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન વેગવાન બન્યું છે. જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી.
ભાણવડ ખાતે યોજાયેલ તિરંગા યાત્રાને બસ સ્ટેશન ખાતેથી પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી સહિતના મહાનુભાવોએ લીલીઝંડી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા બસ સ્ટેશનથી પ્રારંભ થઇ વેરાડ નાકા, ગાંધી ચોક, વાછરાડાડા ચોક થઈ રણજીતપરા હાઈસ્કૂલ ચોક સુધી યોજાઇ હતી. વરસતા વરસાદમાં મહાનુભાવો તથા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિના જુવાળ સાથે જય જવાન જય કિશાન, ઝંડા ઉંચા રહે હમારા, વંદે માતરમ, ભારત માતા કી જયના જય ઘોષથી ભાણવડ શહેરનું વાતાવરણને તિરંગાના રંગોથી છવાઈ ગયું હતું. દરેક ઘર પર તિરંગા લગાવવા તેમજ રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રસ્તુત કરવા અંગેનો સંદેશ આપી નાગરીકોમાં જાગૃતિનો ઉત્તમ સંદેશો યાત્રા દ્વારા આપવામાં આવી હતી.
તિરંગા યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી નવીન બેડીયાવદરા, મામલતદાર શ્રી અશ્વિન ચાવડા, સંગઠન અગ્રણીશ્રીઓ ગોવિંદભાઈ કનારા, દેવાભાઇ ગોધમ , ચેતન રાઠોડ, અજય કારાવદરા સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શહેરીજનો, પ્રબુદ્ધ નાગરિકો સહિતના જોડાયા હતા.







