JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ શહેરના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરતા માન.કલેકટર અને માન.કમિશનર

જૂનાગઢ શહેરના નાગરિકોને રાષ્ટ્રધ્વજને પોતાના મકાન, દુકાન સહિતના સ્થળોએ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા તેમજ દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફેહરાવતી વખતે તિરંગાનું માન, સન્માન અને ગરિમા જળવાઈ રહે તેની વિશેષ તકેદારી લેવા પણ અપીલ કરી હતી.

                જૂનાગઢ, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪, જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજ રોજ જૂનાગઢ મહાનગર સેવા સદન ખાતે માન.કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયા અને માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં શહેરીજનોને બહોળી સંખ્યામાં રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું.

            આ તકે માન.કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ શહેરના નાગરિકોને રાષ્ટ્રધ્વજને પોતાના મકાન, દુકાન સહિતના સ્થળોએ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા તેમજ દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફેહરાવતી વખતે તિરંગાનું માન, સન્માન અને ગરિમા જળવાઈ રહે તેની વિશેષ તકેદારી લેવા પણ અપીલ કરી હતી.

              જૂનાગઢમાં સ્વાતંત્ર્ય દિન પૂર્વે તા.૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૫ કલાકે યોજાનાર તિરંગા યાત્રામાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે, બહાઉદ્દીન કોલેજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભા ગૃહ સુધી તિરંગા યાત્રા યોજાશે. જેમાં પોલીસ જવાનો, બાઇક સવાર, બેન્ડ એનસીસી કેડેટ સહિતના લોકો જોડાશે. તેમ જણાવતા માન.કલેકટરશ્રી અને માન.કમિશનરશ્રી દ્વારા જૂનાગઢના શહેરીજનોને પણ આ યાત્રામાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!