Gondal: ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ખાતે યોજાઈ “તિરંગા યાત્રા”

તા.૧૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામ ખાતે “તિરંગા યાત્રા” યોજાઈ હતી. હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ તિરંગાનાં ધ્વજ સાથે મુખ્ય માર્ગો પર ફરીને લોકચેતના જગાવી હતી. ગ્રામજનોએ ઉમંગભેર તિરંગા યાત્રામાં જોડાઈને દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તારીખ ૮ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં તિરંગા સેલ્ફી, તિરંગા શપથ, તિરંગા કેન્વાસ, તિરંગા ટ્રીબ્યુટ, તિરંગા મેળા, અને તિરંગા રન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ચિરાગભાઈ ગોલ, સરપંચ શ્રી શૈલેષભાઈ ખાતરા, તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલન ઉકાવાલા સહિતના અધિકારીઓ, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.








