DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેશભકિતના રંગે રંગાયું ખંભાળિયા શહેર : ખંભાળિયા ખાતે તિરંગા યાત્રા યોજાઇ

અધિકારીઓ,પદાધિકારીઓઅગ્રણીઓસુરક્ષા કર્મીછાત્રો અને શહેરીજનો યાત્રામાં જોડાયા

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે  તા. ૦૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ ખંભાળિયા ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં પોલીસવિવિધ વિભાગના અધિકારીઓપદાધિકારીઓઅગ્રણીઓકર્મચારીઓછાત્રોશહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

        આ યાત્રાનો પ્રાંત અધિકારીની કચેરી ખાતેથી જિલ્લા કલેકટરશ્રી જી. ટી. પંડ્યાનગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન મોટાણી,  જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવીઅગ્રણી શ્રી પી.એસ. જાડેજા સહિતનાએ પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા જી.વી.જી. સ્કુલ રોડ – નગરનાકાબેઠક રોડ થી પ્રાંત અધિકારીની કચેરીખંભાળિયા સુધી યોજાઇ હતી. હાથમાં તિરંગા સાથે વંદે માતરમભારત માતા કી જયના જય ઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. તિરંગા યાત્રા પર ઠેર ઠેર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. હર ઘર તિરંગા લગાવવા અનેરાષ્ટ્ર પ્રત્યેના પ્રેમની ભાવના દર્શાવવા અંગેનો સંદેશ આપી લોકોજાગૃતીનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. યાત્રાના પ્રારંભે સરકારશ્રીની વિવિધ યોજનાની માહિતી આપતો સૂચના રથમહાનુભાવોપોલીસછાત્રોશહેરીજનો ક્રમ અનુસાર સામેલ થયા હતા.

        આ તકે સર્વેએ રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણ ભાવ દર્શાવતી પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતું. તિરંગાની રક્ષા કરવી એ આપણા સૌની જવાબદારી છે.ત્યારે આ તિરંગા યાત્રામાં જોડાઈ સર્વેએ દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

        આ યાત્રામાં પ્રાંત અધિકારીશ્રી કે. કે. કરમટાનાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ. એમ. પરમારમામલતદારશ્રી વિક્રમ વરુતાલુકા વિકાસ અધિકારી શ્રી કે.વી. સેરઠીયા સંગઠન અગ્રણીશ્રીઓ રસિકભાઈ નકુમભરતભાઈ ગોજિયાકાનાભાઈ કરમુરઇન્દ્રજિતસિંહ પરમારબહોળી સંખ્યામાં છાત્રોશહેરીજનો સહિતના જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!