ARAVALLIGUJARATMODASA

ધી ટીંટોઈ ગ્રુપ સેવા.સહ.મંડળીની વ્યવ.કમિટીની ચૂંટણી યોજાઈ,સહકાર પેનલ સામે સલામત પેનલના ઉમેદવારોનો કારમો પરાજય

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ધી ટીંટોઈ ગ્રુપ સેવા.સહ.મંડળીની વ્યવ.કમિટીની ચૂંટણી યોજાઈ,સહકાર પેનલ સામે સલામત પેનલના ઉમેદવારોનો કારમો પરાજય

ધી.ટીંટોઇ ગ્રુપ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ૧૬ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી સહકાર પેનલ અને સલામત પેનલ ના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો રવિવારના રોજ સવારે ૮:૦૦ કલાકથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી બપોરે ત્રણ કલાકે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી કુલ ૫૦૯ મતો માંથી ૪૮૩ મતોનું મતદાન થયું હતું સાંજે ૫:૦૦ કલાકે મતદાન મથક પર મત ગણતરી શરૂ થઈ હતી

રાત્રે ૧૦:૦૦કલાકે મત ગણતરી પૂર્ણ થતા સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજઈ થયા હતા સહકાર પેનલ નુ નિશાન ‌ઊગતા સૂરજના આઠે આઠ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો સલામત પેનલના તમામ ઉમેદવારોની સહકાર પેનલ સામે કારમી હાર સામનો કરવો પડ્યો હતો સહકાર પેનલના ઉમેદવારોની જંગી જીત થતા સભાસદોમાં ખુશી પ્રસરી હતી મતદાન મથક પર ઉમેદવારો તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંડળીના પૂર્વ ચેરમેન શ્રી હીરાભાઈ ધુળાભાઈ પટેલ પ્રથમ નંબરના મતો‌ થી વિજઈ થયા હતા સહકાર પેનલના વિજઈ થયેલા ઉમેદવારોએ ગ્રામજનો સભાસદો તથા મતદારોએ જંગી બહુમતીથી જીત અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો વિજયી થયેલા ઉમેદવારોને સભાસદો એ અભિનંદન પાઠવ્યા હતા

*બૉક્સ:- ઊગતો સુરજની પેનલના વિજેતા બનેલ સભ્યોને કેટલા મત મળ્યાની યાદી*

૧)પટેલ હીરાભાઈ ધુળાભાઈ-૩૧૯

૨)પટેલ મનિષભાઈ છગનભાઇ-૩૦૨

૩)પટેલ ચેતનકુમાર રમણભાઈ-૨૯૨

૪)પટેલ હસમુખભાઈ ભગાભાઈ-૨૬૭

૫)ચંપાવત ઘનશ્યામસિંહ હઠી સિંહ-૨૬૨

૬)પટેલ ધુળાભાઈ મૂળાભાઈ-૨૫૬

૭)પટેલ સવજીભાઈ દયારાભાઈ-૨૪૯

૮)પેટલ રસિકભાઈ મોતીભાઈ-૨૪૮

*બૉક્સ:- પરાજીત થયેલ ટ્રેકટર પેનલના સભ્યોને કેટલા મત મળ્યાની યાદી*

૧)પટેલ ભરતભાઈ છગનભાઇ-૨૪૩

૨)ચંપાવત પ્રહલાદસિંહ બલવંત સિંહ-૨૦૦

૩)પટેલ હર્ષદભાઈ કચરભાઈ-૧૯૯

૪)પટેલ ઉપેન્દ્રભાઈ માધુભાઈ-૧૯૨

૫)પટેલ હરિભાઈ નાથુભાઈ-૧૮૮

૬)પટેલ માધુભાઈ પ્રભુભાઈ-૧૭૯

૭)પટેલ અતુલભાઈ જેઠાભાઇ-૧૭૫

૮)પટેલ વિનોદભાઈ કેવળભાઇ-૧૭૩

Back to top button
error: Content is protected !!