GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ, ભચાઉ, મુંદરા, અબડાસા તથા લખપત તાલુકામાં તાલુકાકક્ષાના કાર્યક્રમો યોજાયા.

તિરંગા યાત્રાના માધ્યમથી શહેર તથા ગામોમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ પ્રત્યેક ઘરો, વ્યવસાય સ્થાનો પર તિરંગો લહેરાવીને ભારતની એકતાનું ગૌરવગાન કરવા અપાયો સંદેશો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૧૩ ઓગસ્ટ. : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં જગાવવા માટે તા.૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓને જોડાવા આહ્વાન કર્યું છે, જેને અનુસરીને સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈને એકતાના સૂત્રમાં પરોવાઈ ગયો છે. ‘હર ઘર તિરંગા અભિયાન’માં આપણા ઘરો, વ્યવસાય સ્થાનો પર તિરંગો લહેરાવીને ભારતની એકતાનું ગૌરવગાન કરવા અને દેશ પ્રત્યે સમર્પણભાવની જ્યોતને પ્રજ્વલિત કરવા આજરોજ કચ્છના દરેક તાલુકા મથક તથા દરેક ગામમાં તિરંગા યાત્રા યોજીને નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા આહ્વાન કરાયું હતું.આજરોજ કચ્છમાં તાલુકાકક્ષાના કાર્યક્રમોમાં ગાંધીધામ, ભચાઉ, મુંદરા તથા નખત્રાણા શહેરમાં તથા અબડાસા તાલુકામાં નલીયા તથા લખપતમાં દયાપર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાના માધ્યમથી સૌ નાગરિકોને પ્રત્યેક ઘરો પર તિરંગો લહેરાવવાની અપીલ સાથે દેશની એકતા, અખંડિતતા, એક ભારત, શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.લખપત તાલુકાના દયાપર તથા અબડાસાના નલીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદને દેશવટો આપીને રાષ્ટ્રવાદની ભાવના જગાવવા અનુરોધ કર્યો હતો. મુંદરા તાલુકાના ભુજપુર ખાતેની તિરંગા યાત્રામાં ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવેએ દેશના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપી એક અને નેક બનવા પ્રત્યેક દેશવાસી પ્રતિબદ્ધ બને એવી ભાવના વ્યક્ત કરી હતી. ભચાઉ ખાતે ધારાસભ્યશ્રી વિેરેન્દ્રસિંહ જાડેજાએ દરેક કચ્છીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિયતાથી જોડાઇને માનભેર ઘર, દુકાન, વાણિજય સંકુલો વગેરે પર સ્થાન આપીને દેશભક્તિના આ પર્વને વધુ હોંશભેર ઉજવવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.શહેર તથા ગામે ગામ નીકળેલી તિરંગા યાત્રાથી શહેર તથા ગામની ગલીઓ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠી હતી.તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો, સામાજીક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, બીએસએફના જવાનો તથા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાઇને ભારતદેશની એકતાનો પરિચય આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!