
આજરોજ ઉમરેઠ નગર ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કોલેરા ગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી.છેલ્લા કેટલાય દિવસ થી ઉમરેઠ નગરમાં કોલેરા નો રોગચાળો ફાટી નીકળ્યો છે અને તે રોગચાળા ને દુર કરવા માટે તંત્ર ખૂબ જ મહેનત કરી રહ્યું છે ત્યારે ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ઉમરેઠ નગરની મુલાકાતે આવ્યા હતા અને ઉમરેઠ નગરના સામૂહિક કેન્દ્ર ખાતે કોલેરા ગ્રસ્ત દર્દીઓની પણ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે રોગચાળા દૂર કરવા અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.તદુપરાંત ઉમરેઠ નગરમાં નવીન બાંધકામ થઈ રહેલ સામૂહિક કેન્દ્રનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરાવાળા, નગરપાલિકા પ્રમુખ કનુભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ સંજયભાઈ પટેલ,ઈશ્વરભાઈ પટેલ, શ્રેણિકભાઈ શુકલ, શહેર મહામંત્રી ધાર્મિક ભાઈ શુકલ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા.




