
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
“ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ ઓગસ્ટની ઉજવણી આડે હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે આપણા જિલ્લામાં તેનો ખૂબ સારો પ્રતિસાદ મળતા ઘરે- ઘરે આપણી આન- બાન- શાન સમો તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર રાજય સહિત નવસારી જિલ્લાના બીલીમોરા તાલુકાના સેન્ટ જોસેફ શાળામાં ‘ દેશ ભક્તિ ગીત સ્પર્ધા’ યોજાઈ હતી જેમાં શાળાના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની ગીતની કલા રજુ કરી હતી.




