વિજયનગર તાલુકાના લોકો આઝાદીના 75 વર્ષ પછી પણ એસ.ટી ડેપો ની સુવિધાથી વંચિત…

સાબરકાંઠા…
વિજયનગર તાલુકાના લોકો આઝાદીના 75 વર્ષ પછી પણ એસ.ટી ડેપો ની સુવિધાથી વંચિત…
વિજયનગર મામલતદારશ્રીને સામાજિક કાર્ય કરતાઓ ધ્વારા આવેદન પત્ર અપાયુ…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને સંબોધી વિજયનગર મામલતદારને સામાજિક કાર્ય કરતાઓ ધ્વારા અપાયેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા મથકે આઝાદીના 75 વર્ષ બાદ પણ વિજયનગરની ગરીબ પ્રજાને એસ.ટી ડેપો ની સુવિધા મળેલ નથી જેથી વિજયનગર તાલુકાની પ્રજા દ્વારા તા-01/05/2023 ના રોજ પાલ મુકામે એક દિવાસીય ઉપવાસ આદોલન કરવામાં આવેલ તેમજ મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર વિજયનગરને આવેદન પત્ર આપી વિનંતી કરવામાં આવેલ તેમજ વિજયનગર તાલુકાનાં જુદા જુદા ગામો માંથી મુખ્યમંત્રીને જન જાગૃતિ કાર્યક્રમ હેઠળ પોસ્ટ કાર્ડ ઝુંબેસ દ્વારા ૫ હજાર જેટલા પોસ્ટકાર્ડ લખી આ તાલુકામાં બસ સ્ટેન્ડ બને તે માટે વિનંતી કરવામાં આવી હતી. વિજયનગર તાલુકામાં સર્વ પક્ષીય એસ.ટી.ડેપો સમિતિની રચના કરવામાં આવેલ અને તેમના દ્વારા પણ અનેક રજુવાતો કરવામાં આવેલ છે. જોકે તાલુકાની પ્રજા દ્વારા અને વિવિધ રીતે રજુવાતો કરવામાં આવેલ અને સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા દ્વારા વિજયનગર તાલુકા મથકે એસ.ટી.ડેપો અને સુવિધા વાળું બસ સ્ટેન્ડ બને તે માટે રૂપિયા ૧ ના ટોકન ભાડા પેટે જમીન આપવા તા-૦૩/૦૭/૨૦૨૪ના રોજ ઠરાવ કરી એને વિનંતી કરેલ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયેલ હોવા છતાં સરકાર અને એસ.ટી. ડેપો વિભાગની આળસના કારણે વિજયનગર તાલુકા મથકે એસ.ટી.ડેપો અને અધ્યતન સુવિધાવાળું બસ સ્ટેન્ડની કામગીરી અધ્ધર તાલે રહેતાં તાલુકાની પ્રજામાં આક્રોશ પરવર્તી રહેલ છે. જો આ બસસ્ટેન્ડની કામગીરી દિન 30 માં હાથ ધરવામાં નહીં આવે તો વિજયનગર તાલુકાની મુશાફર જનતા દ્વારા રસ્તા રોકો આંદોલન વિજયનગર તાલુકા બંધ તેમજ જેલ ભરો આંદોલન જેવા વિવિધ પ્રકારના જલદ કાર્યક્રમો આપી પ્રજા/મુશાફર જનતા પોતાનો આક્રોસ વ્યક્ત કરશે જેવી ઉંગ્ર ચીમકી ઉરચારવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અપાયેલ આવેદન પત્રમાં મહેસૂલ વિભાગ તથા વાહન વ્યવહાર વિભાગ ને વિજયનગર તાલુકા મથકે સત્વરે અધ્યતન સુવિધાવાળું બસ સ્ટેન્ડ બને તે માટે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે….
જયંતિ પરમાર સાબરકાંઠા



