તલોદમાં આરોગ્ય કચેરી પર રાષ્ટ્ર ધ્વજ ઉંધો ફરકાવ્યો…

તલોદમાં આરોગ્ય કચેરી પર રાષ્ટ્ર ધ્વજ ઉંધો ફરકાવ્યો…
હરધર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર જીલ્લામાં સરકારી કચેરીઓ સહીત મકાન દૂકાનો સહિત કોમ્પલેક્ષ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવી હરધર તિરંગા અભિયાન થકી રાષ્ટ્રપ્રેમ ઉજવવા સહીત દેશનાં વિકાસમાં ભૂમિકા ભજવવા તિરંગો ફરકાવી રહ્યા છીએ. જૉકે તલોદમાં આરોગ્ય કચેરીના ધાબે ફડકવાયેલો રાષ્ટ્ર ઉંધો ફરકાવ્યો હોવાની જાણકારી બાદ અધિકારીઓ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હરધર તિરંગા અભિયાન અંતર્ગત સરકારી કચેરીમાં ફરકાવામાં આવેલ રાષ્ટ્ર ધ્વજની તસ્વીરો સોશીયલ મિડીયા X પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારે અધિકારી ઓએ સરકારી કચેરી પર રાષ્ટ્ર ધ્વજ ઉંધો ફરકાવી જીલ્લા કલેકટર અને સી.એમ.ઓ ને ટ્રેગ કર્યાં બાદ ભૂલને સુધારી ફરીથી રાષ્ટ્ર ધ્વજ સીધો ફરકાવી ફોટો સોશિયલ મીડિયામાં રી ટ્વીટ કર્યાં બાદ અધિકારીઓ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા હતા. જૉકે હાલના સમયે શોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ તસ્વીરો સરકારી અઘિકારી અને કર્મચારીઓને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી રહી છે…
જયંતિ પરમાર સાબરકાંઠા




