JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શાળા નં-૧૮ જામનગર ખાતે બાળ સંસદની ચૂંટણી યોજાઇ

શાળા નં-૧૮ જામનગર ખાતે બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું. પ્રાથમિક જ્ઞાનથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. જે તેમને સમાજ પ્રત્યે જવાબદાર અને જાગૃત પણ બનાવે છે. રાજ્ય સરકારની આ આવકારદાયક પહેલી બાળકોમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય છે. તે માટે દર વર્ષે બાળ સંસદની ચૂંટણી કરવામાં આવે છે અને તેમને લોકશાહીના પાઠ ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયામાં જુદી જુદી ફરજ નિભાવી હતી. ધો.૬ થી ૮ ના તમામ વિધાર્થી મતદારો તથા શાળા સ્ટાફ પરિવાર સહિત સ્કૂલ કુલ ૨૮૫મતદારોએ મતદાન કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો કુલ ૮૦.૮૭ ટકા જેટલું મતદાન થયેલ. શાળાના વિદ્યાર્થીઓએ મતદાન કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો.  મોબાઇલ વોટીંગ એપ મદદથી બેલેટ યુનિટ અને બીજો મોબાઇલ કંટ્રોલ યુનિટ બનાવી ચૂટણી કરવામાં આવી હતી. મતદાન પૂર્ણ થયેલ મતગણતરી પરિણામ સ્વરૂપ કુલ ૧૧ ઉમેદવાર અને એક નોટા મળી કુલ ૧૨ માંથી ધોરણ-૮ ની મકવાણા ખુશ્બુ હસમુખભાઈ ૬૬ મત મેળવી વિજેતા બનેલ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષિકા પરિતાબેન કુંડાલીયાના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું.સી.આર.સી. કો.શ્રી સમીરાબેન જીવાણી અને શાળાના મુખ્ય શિક્ષક અને સમગ્ર શિક્ષણ પરિવારે તમામને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!