GUJARAT
સાધલી ગામે શિનોર પોલીસ દ્વારા સ્કૂલ નાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ને તિરંગા ઝંડા નું વિતરણ કરાયું
ફૈઝ ખત્રી...શિનોર સમગ્ર દેશવાસીઓમાં 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ની ઉજવણીનો અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તેમજ સમગ્ર દેશમાં ઘર ઘર તિરંગા અભિયાન ને વેગવંતુ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને સમગ્ર દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે સિનોર પોલીસ સ્ટાફ દ્વારા સાધલી ની કાયાવરોહણ ચોકડી પાસે આવેલ સર્કલ ઉપર સ્કૂલના બાળકો તેમજ નાગરિકોને તિરંગા ઝંડા નો વિતરણ કરવામાં આવ્યું હતું.




