BHARUCHGUJARATNETRANG

દેશભક્તિના રંગમાં રંગાયું નેત્રંગ : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો નેત્રંગવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ

 

પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ

તા.૧૪/૦૮/૨૦૨૪

 

નેત્રંગ : દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્ર ભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝડિયા વિધાનસભાનાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, નેત્રંગ મામલતદાર રિતેશ કોંકણી, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાની હર ઘર તિરંગા યાત્રા નેત્રંગ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી.

 

હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નેત્રંગ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની તિરંગા યાત્રામાં નેત્રંગ નેત્રંગવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, આગેવાનો અને કર્મચારીઓ મળી અંદાજિત ૨૫૦૦ લોકો આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી નેત્રંગને તિરંગામય બનાવી દીધો હતો.

 

ઝઘડિયા વિધાનસભાનાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, નેત્રંગ મામલતદાર રિતેશભાઇ કોંકણી, નેત્રંગ ભક્તિધામના સંત પ.પૂ.ભક્તિવલ્લભ સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેં વસાવા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નેત્રંગ શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. તાલુકાવાસીઓએ અદભૂત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.

 

આ યાત્રા શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ થી પ્રસ્થાન કરી જીન બજાર, મંગળવારી વિસ્તાર, ગાંધી બજાર, જલારામ ફળિયુ, જવાહર બજાર થઈ ચાર રસ્તા થી પરત એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો, તાલુકાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપરાંત નેત્રંગ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

 

નેત્રંગ ની શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. યાત્રાને નિરખવા નેત્રંગનામાર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા

 

આ તિરંગા યાત્રામાં તાલુકાના પદાધિકારીઓ, અગ્રણીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!