
તા. ૧૪. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ચંદવાણા ની મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪ અંતર્ગત
સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪ અંતર્ગત મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચંદવાણા અને વિજ્ઞાન ગુર્જરી દાહોદ પ્રાંતના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪ અંતર્ગત ભારતીય વૈજ્ઞાનિકો જીવન અને પ્રેરણા વિષય ઉપર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દિપકભાઈ પરમાર એ શાબ્દિક સ્વાગત બાદ પુષ્પગુચ્છ થી મહેમાન ઓનું સ્વાગત કર્યું હતું .વિજ્ઞાન ગુર્જરીના જિલ્લા કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા દ્વારા વિજ્ઞાન ગુર્જરીનો પરિચય અને ભૂમિકા આપવામાં આવી હતી એક્સપર્ટ શિક્ષક જતીનભાઈ પટેલ તેમજ કૈલાશભાઈ નાયક દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કર્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા





