ભુલા પડેલા વૃદ્ધ મહિલા નો પરિવારજનો સાથે મેળાપ કરાવતી જામનગર ની ૧૮૧ અભયમ ટીમ,
ઘરે થી કહ્યા વિના નીકળી જતાં, વૃદ્ધાને પરિવારજનો સુધી પહોંચાડી, માનવતા નું ઉદાહરણ પૂરું પાડતી ૧૮૧ અભયમ ટીમ,

મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ખાસ કરીને મહીલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને વ્યકિતગત અને સામાજિક રીતે સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. તા-13/8/2024ના રોજ એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઇન પર કોલ કરી જણાવેલ કે અહિયાં એક વૃદ્ધ માજી બેઠા હોય છે અને તેઓ ભુલા પડેલા હોય તેમ જણાવતા હોય તેથી મદદ ની જરૂર છે
કોલ આવતા ની સાથે જ ૧૮૧ અભયમ ટીમ નાં કાઉન્સેલર રીના દિહોરા ,તેમજ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા અને ડ્રાઈવર સુરજીતભાઈ વાઘેલા સ્થળ પર પહોંચેલ ત્યાર બાદ માજી સાથે કાઉન્સિલિંગ કરતા સમસ્યા જાણેલ કે માજી આંખોથી પૂરતું જોઈ શકતા ન હોય અને સવારે 7:00 વાગ્યાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય અને તેઓ હોસ્પિટલે દવા લેવા માટે આવેલ હોય છે પરંતુ માજીના જણાવ્યા પ્રમાણે તેઓએ ફક્ત દવા માટે કેસ કઢાવેલ હોય અને કોઈ પણ પ્રકારની દવા લીધેલ ન હોય અને હોસ્પિટલ થી પરત દરવાજે બહાર નીકળી ગયેલ હોય ત્યાંથી આગળ થોડું ચાલતા તેઓ ભૂલા પડેલા હોય અને હાલ તેઓ એક દુકાન પાસે ચાર કલાકથી બેઠા હોય છે તેમજ વધુ માહિતી મેળવતા માજી ને તેમનું કોઈ ચોક્કસ સરનામું યાદ આવતું ન હોય અલગ અલગ સરનામાં જણાવતા હોય તેથી માજી પાસે એક નાની કાપડની થેલી હોય છે તેમાં તેના હોસ્પિટલની એક ફાઈલ હોય છે જેમાં માજીનું નામ તેમજ તેમના વિસ્તારનું નામ લખેલું હોય ત્યારબાદ માજી ના વિસ્તારમાં ગયેલ અને તેમના ઘરનું પાકુ સરનામું પૂછેલ પરંતુ તેમને કંઈ યાદ આવતું ન હોય અને તેઓ ખૂબ ગભરાયેલા હોય છે ત્યારબાદ તેમના જ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ માજી ને નીચે ઉતારીને પૂછપરછ કરેલ પરંતુ પાકું સરનામું ન મળતા માજીને શાંતિથી બેસાડીને સાંત્વના આપીને થોડું યાદ કરવા જણાવેલ ત્યારબાદ માજી ને તેમની આસપાસની એક દુકાનનું નામ યાદ હોય અને ત્યાં ગયેલ અને માજી ના ઘર નું એડ્રેરસ મેળવેલ અને માજી ના ઘરે તેમનો દીકરો અને દીકરી હાજરમાં હોય છે તેમની સાથે કાઉન્સિલિંગ કરતાજાણવા મળેલ કે માજી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય અને તેઓએ જણાવેલ કે અમો સવારના એમને શોધીએ છીએ તેમજ અમો દ્વારામાજીના દીકરાને જણાવેલ કે માજી ની ઉંમર વધારે થઈ ગયેલ છે (૯૦) વર્ષતેમજ તેઓ આંખે પૂરતું જોઈ શકતા તેથી તેઓને એકલા ઘરેથી નીકળવા ના દેવા જણાવેલ તેમજ એક વ્યક્તિ એ તેમની દેખ રેખ માટે રહેવા જણાવેલ આખરે “અભયમ ટીમ દ્વારા કુશળ કાઉન્સેલિંગ કરી, સઘન પ્રયત્નો કરતાં વૃદ્ધા નો તેમનાં પરીવારજનો સાથે મેળાપ કરાવતાં પરિવારજનોએ ૧૮૧ અભયમ ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હોય,





