આજરોજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર ખાતે 78 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા ના અધ્યક્ષશ્રી જયેશભાઈ દવે દ્વારા ધ્વજ વંદન કરવામાં આવેલ આ કાર્યક્રમની અંદર ચિલ્ડ્રન હોમના બાળકો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ સાથે હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ અને આ કાર્યક્રમમાં સ્વસ્તિક પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ એ પણ ભાગ લીધેલ.આ કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિના સભ્યશ્રી બનાજી રાજપુત તથા સામાજિક આગેવાનો શ્રી ફલજીભાઈ ચૌધરી શ્રી લાલજીભાઈ પ્રજાપતિ શ્રી જયેશભાઈ ચૌધરી પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અમૃતભાઈ જોશી,શ્રી કૌશલભાઈ જોશી,બાળ કલ્યાણ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી સુભાષભાઈ સોનેરી પૂર્વ સભ્યશ્રી પીનાકીન ભાઈ ઓઝા,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મનીષભાઈ જોશી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી આશિષભાઈ જોશી,શ્રી અશોકભાઈ દવે,શ્રી ભાર્ગવભાઈ ઠાકર,શ્રી અંકુરભાઈ જોશી (અન્નપૂર્ણા ઢાબા),શ્રી નરેન્દ્ર ભાઈ જોષી,શ્રીમતી નીતાબેન જોશી,ચિલ્ડ્રન હોમ નો સ્ટાફગણ,શિશુગૃહ નો સ્ટાફગણ,સ્વસ્તિક પ્રાથમિક શાળાનો સ્ટાફગણ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ નો સ્ટાફ ગણ અને વાલીશ્રી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં બાળકોને તેમજ આવેલ મહેમાન શ્રીઓને મોઢું મીઠું કરાવે અને આ કાર્યક્રમ નુ સફળ સંચાલન સંસ્થા ના ઈ. ચા.અધિક્ષકશ્રી વિપુલભાઈ વોરા દ્વારા કરવામાં આવ્યું.