MORBi:મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર જાંબુડીયા પાસે અકસ્માત બાદ બે ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
MORBi:મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર જાંબુડીયા પાસે અકસ્માત બાદ બે ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

મોરબીમાં સામા કાંઠે થી વાંકાનેર જતા હાઇવે પર જાંબુડિયા ગામ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત બાદ બે ટ્રકમાં આગ લાગી હતી જે આગ એક ટ્રકસ્વાર ૪૯ વર્ષના વ્યક્તિ જીવતા સળગી જતા મોત થયું છે. આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક અકસ્માત સર્જાતા બે ટ્રકમાં આગ લાગી હતી. જે બનાવની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો જોકે આગની લપેટમાં આવેલ બે ટ્રક પૈકી એકમાં કોલસો ભરેલ હતો અને આગ બેકાબુ બની હતી ફાયરની બે ટીમે આગ પર કાબુ મેળવવા મથામણ કરી હતી પરંતુ પ્રયત્નો વ્યર્થ નીવડ્યા હતા કોલસો ભરેલ ટ્રક બળીને ખાખ થયો હતો જે બનાવમાં ટ્રકમાં સવાર દેવજીભાઈ બચુભાઈ સીસદાણા (ઉ.વ.૪૯) રહે વવાણીયા વાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મો.નં.૯૯૭૮૩૯૮૮૮૫





