GUJARAT
શિનોર તાલુકાના અંબાલી ગામે 78માં સ્વાતંત્ર્ય દિનની આન બાન શાન ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અંબાલી ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિનોર મામલતદાર M.B.શાહના હસ્તે ધ્વજવંદન કરાયું હતુ કાર્યક્રમમાં શિનોર પોલીસ દ્વારા યોજાયેલ પરેડ હાજર પદાધિકારીઓ,અધિકારીઓ અને ગ્રામજનોએ નિહાળી હતી. શાળાના બાળકો દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી આવેલ મહેમાનોને દેશ ભક્તિ નાં રંગે રંગાઈ લીધા. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી અધિકારીઓ,કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. તેમજ કાર્યક્રમના અંતે હાજર મહાનુભાવો,પદાધિકારીઓ,અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું ધ્વજવંદન કાર્યક્રમમાં શિનોર APMC ચેરમેન સચિન પટેલ,તાલુકા વિકાસ અધિકારી,શિનોર RFO,PSI,સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ અને સરકારી કચેરીઓના કર્મચારીઓ તેમજ સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.




