ANANDUMRETH

શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ ઉમરેઠ દ્વારા અગિયારમો હોમાત્મક લઘુરુદ્ર યોજાયો

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ નગર ના અતિપૌરાણિક શિવાલય શ્રી ચંદ્ર મૌલેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા શ્રાવણ માસે દેવાધિદેવ ની ઉપાસના હેતુ સતત ૧૧ માં વર્ષે ગતરોજ હોમાત્મક લઘુરુદ્ર નુ આયોજન વિદ્વાન આચાર્ય સ્નેહલભાઈ દવે તેમજ બ્રાહ્મણવૃન્દ ના શાત્રોક્તચર અને ડો. પાર્થ ભટ્ટ ના મુખ્ય યજમાનપદે સંપન્ન થયેલ.

ઉલ્લેખનીય છે કે મૂળ ઉમરેઠ ના બહારગામ વસતા અનેક બાજખેડાવાળ બ્રાહ્મણો માં શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ નુ અનેરું મહત્વ છે. આ લઘુરૂદ્ર માં રાજ્ય ના વિવિધ શહેરો માં વસતા ઉમરેઠ ના ૧૩ યજમાનો એ પૂજન નો લાભ લીધેલ અને પુર્ણાહુતી ઉમરેઠ શ્રી સંતરામ મંદિર ના ગાદીપતિ પૂ. ગણેશદાસજી ના હસ્તે સંપન્ન થયેલ. જેમાં બહોળી સંખ્યા માં ભૂદેવ નગરજનો એ દર્શન અને મહાપ્રસાદ નો લાભ લીધેલ.

આ પ્રસંગે શ્રી બાજખેડાવાળ યુવા  સમિતિ ઉમરેઠ દ્વારા તમામ યજમાનો, દાતાશ્રીઓ, ગુરુદેવો, મંદિર ટ્રસ્ટ, વિવિધ સર્વિસ સપ્લાયર્સ નો પણ ખાસ આભાર વ્યક્ત કરેલ અને BKYS ની આ ભક્તિયાત્રા વધુ આગળ વધે તેવા શુભ સંકલ્પ સાથે લઘુરુદ્ર ની પુર્ણાહુતી થયેલ.

Back to top button
error: Content is protected !!