MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૭૮ મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઊજવણી
MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૭૮ મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઊજવણી
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ) પ્રા.શાળામા ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ના વરદહસ્તે કરવામાં આવ્યું આ રાષ્ટ્રીય ઉત્સવ સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ પાસ્ટ ડી ગવર્નર લા રમેશભાઈ રૂપાલા અને પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા ના માર્ગદર્શન તળે લાયન્સનગર (ગોકુળ) પ્રા શાળાના આચાર્યા નૂતનબેન અને તેમના તમામ સ્ટાફગણો અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના ખજાનચી લા મણિલાલ જે કાવર તથા સભ્યો લા મહાદેવભાઈ ચિખલીયા લા નાનજીભાઈ મોરડીયા લા પરસોતમભાઈ કાલરીયા અને આગેવાનો શ્રી કે કે પરમાર ભુતપૂર્વ આચાર્ય શ્રી મગનભાઈ મોરડીયા તેમજ લાયન્સનગર ના વાલીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય પર્વ યોજાયો સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા એ દરેક વાલીઓ તથા વિધાર્થીઓમા રાષ્ટ્રીય ભાવના કેળવાય તેવુ પ્રેરક વ્યક્તવ્ય આપ્યું બાદ પરીક્ષામા કે જી થી ધોરણ ૮ સુધી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને દાતાશ્રી મણિલાલ જે કાવર દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા અને બાકીના તમામ ૧૮૦/- વિધાર્થીઓને ફુલસકેપ બુક અને બોલપેન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આપીને પ્રોત્સાહિત કર્યા
આભારવિધિ આચાર્યા નૂતનબેન દ્વારા કરવામાં આવી અને કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓને
ગરમાગરમ પફનો નાસ્તો કરાવવામાં આવ્યો આમ હોંશભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી તેમ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવ્યું