GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળીયા(મી.)ના વર્ષામેડી ગામે આધેડને એક શખ્શે માર માર્યો 

 

MALIYA (Miyana) માળીયા(મી.)ના વર્ષામેડી ગામે  આધેડને એક શખ્શે માર માર્યો

 

 

માળીયા(મી) તાલુકાના વર્ષામેડી ગામે રહેતા કારૂભાઈ હમીરભાઈ ચાવડા ઉવ.૪૪એ આરોપી રૂપાભાઈ સાથે પોતાના મોટાભાઇને બેસવાની ના પાડેલ હોય જે બાબતનો ખાર રાખી ગત તા. ૧૦/૦૮ના રોજ વર્ષામેડી ગામની સીમમા વવાણીયાના રસ્તે આવેલ પાવર હાઉસ પાસે રૂપાભાઈએ ફરીયાદી કારૂભાઈને અપશબ્દો આપી ઢીકાપાટુનો મુઢમાર મારી હાથમાં પહેરેલ કડુ મારી લેતા કારૂભાઈને હોઠમાં ઇજા પહોંચી હતી. ત્યારે કારૂભાઈને સારવાર દરમિયાન હોઠ ઉપર ટાકા આવ્યા હતા. ત્યારે સમગ્ર બનાવ મામલે કારૂભાઈ દ્વારા માળીયા(મી)પોલીસ મથકમાં આરોપી રૂપાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપી રૂપાભાઈ સામે ગુનો નોંધી તેની અટક કરવા તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!