GUJARATIDARSABARKANTHA

હિંમતનગરના દેરોલ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

હિંમતનગરના દેરોલ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
*****
સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ ધ્વારા આયોજીત પ્રાકૃતિક ખેતી વિષયક કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ હિમતનગર તાલુકાના દેરોલ ખાતે યોજાયો હતો. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જિલ્લાના ગામે ગામ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમો તેમજ કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક દેશી ગાયનાં ગૌમુત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, રોગ અને જીવાત માટે બ્રમ્હાસ્ત્ર, નીમાસ્ત્ર, તેમજ દર્શપરણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાસનો ઉપયોગ માટે જણાવ્યુ હતુ. આ ઉપરાંત આત્મા યોજના, ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ તેમજ જમીનનો નમૂનો લેવાની પદ્ધતિ વિશે ખેડૂતમિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્ર્મમાં બી ટી એમશ્રી આર.એસ .વાધેલા, એ.ટી.એમ શ્રી સાજેદાબેન પટેલ, ગ્રામસેવક તથા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!