DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલયના TGT અંગ્રેજી શિક્ષક અને બે વિદ્યાર્થીઓ સાથે દિલ્હી ખાતે લાલકિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો

તા.16/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલયના TGT અંગ્રેજી શિક્ષક લતિકા માલી અને બે વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમના ભાગરૂપે નવી દિલ્હીમાં આયોજિત 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલય અંગ્રેજી માધ્યમની TGTના અંગ્રેજી શિક્ષક લતિકા માલી, વિદ્યાર્થીની કુમારી જાનવી અને મૂળી, સરકારી શાળાના વિદ્યાર્થી મહેન્દ્ર મોરીને સ્વતંત્રતા દિવસના ધ્વજવંદનના ભાગરૂપે આમંત્રણ આપવામાં આવ્યું હતું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના હસ્તે 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગરૂપે 11મી વખત લાલ કિલ્લા પરથી સંબોધન કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન કાર્યક્રમનું આમંત્રણ મળતા સુરેન્દ્રનગર સહિત સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલયની TGT અંગ્રેજી શિક્ષિકા લતિકા માલી, કુમારી જાનવી અને મહેન્દ્ર કોરી, બંને વિદ્યાર્થીઓ ગયા જાન્યુઆરીમાં ગુજરાતના વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જ્યાં નાનપણમાં શળામાં અભ્યાસ કર્યો હતો તે શાળામાં રોકાયા હતા TGT અંગ્રેજી શિક્ષક લતિકા માલી અને બે વિદ્યાર્થીઓ એ શાળામાં પાંચ દિવસ સુધી અભ્યાસ કર્યો જ્યાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ નાનપણમાં પોતાનો અભ્યાસ જે શળામાં કર્યો હતો અને નવ જુદા જુદા વિષયો પર અનુભવાત્મક જ્ઞાન મેળવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલય વિસ્તારને અનેક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ ગૌરવ અપાવ્યું છે આ વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાગંધ્રા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રીમતી મમતા લાંજેવાર અને પીજીટી અર્થ શાસ્ત્રના શિક્ષક બ્રિજેશ શ્રીવાસ્તવ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમની આગેવાની નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાએ કરી હતી TGT અંગ્રેજી શિક્ષક લતિકા માલી અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્ર જવાહર નવોદય વિદ્યાલયના બંને વિદ્યાર્થીઓએ દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લીધો હતો નવોદય વિદ્યાલય સમિતિ પુના પ્રદેશમાંથી ફરજ બજાવતા ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર , સુરેન્દ્રનગર કલેકટરે જરૂરી માર્ગદર્શન આપી જવાહર નવોદય વિદ્યાલય પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Back to top button
error: Content is protected !!