GUJARATNARMADATILAKWADA

તિલકવાડા ખાતે છેલ્લા કેટલાક સમયથી ફરતી અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે મિલાપ કરાવતી તિલકવાડા પોલીસ

તિલકવાડા ખાતે છેલ્લા કેટલાક સમયથી ફરતી અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે મિલાપ કરાવતી તિલકવાડા પોલીસ

વસિમ મેમણ / તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા નગરમાં છેલ્લા કેટલાક સમયથી એક અસ્થિર મગજની મહિલા ફરતી જોવા મળી રહી હતી. આ મહિલાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસે મહિલાને બોલાવી તેની તપાસ કરતાં આ મહિલા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોગરા ગામની હોવાની માહિતી મળી હતી ત્યારે તિલકવાડા પોલીસે મહિલાના પરિવારનો સંપર્ક કરી પરિવારને બોલાવી મહિલાને તેના પરિવાર સાથે મિલાપ કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાય હતા.

ઉલ્લેખનીય છે કે તિલકવાડા એ તાલુકા મથકે આવેલું ગામ છે. અહીંયા રોજ હજારો લોકો અવર-જવર કરતા હોય છે. ઘણીવાર કેટલાક ની:સહાય અને અસ્થિર મગજના લોકો પણ જોવા મળતા હોય છે. ત્યારે હાલ તિલકવાડા ખાતે છેલ્લા ઘણા સમયથી અંદાજિત ૬૦ વર્ષીય અસ્થિર મગજની મહિલા તિલકવાડાના વિવિધ વિસ્તારોમાં ફરતી જોવા મળી હતી આ મહિલાને તિલકવાડા ના ગ્રામજનો જમવાનું આપે તે ખાઈ લેતી અને રાત્રી દરમિયાન ગમે ત્યાં સુઈ જતી અને પોતાનું જીવન ગુજરાન કરતિ. આ મહિલાની જાણ તિલકવાડા પોલીસને થઈ હતી ત્યારે તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટા એ બે મહિલા પોલીસ દ્વારા આ અસ્થિર મગજની મહિલાને બોલાવી તેની પૂછતાછ કરતા કોઈ પણ જવાબ મળ્યો ન હતો પરંતુ થોડી ઘણી ભાષા સાંભળતા તે છોટા ઉદેપુર બાજુ ની જોઈ તેમ જણાય આવતા પોલીસે છોટાઉદેપુર જિલ્લા માં આ મહિલા વિશે ટેલિફોનિક તપાસ કરતા આ 60 વર્ષીય મહિલાનું નામ મોગરીબેન સોલિયાભાઈ ભીલ હોય અને તે કવાટ તાલુકાના મોગરા ગામની હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે તિલકવાડા પોલીસે મહિલાના પરિવારનો સંપર્ક કરી મહિલા વિશે જાણ કરી હતી ત્યારે મહિલાના પરિવાર પણ છેલ્લા ઘણા સમયથી આ મહિલાની શોધખોળ કરતા હતા ત્યારે મહિલાની જાણ થતા જ તાત્કાલિક તેના પરિજનો તિલકવાડા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને તિલકવાડા પોલીસે કાર્યવાહી કરી આ મહિલાને તેના પરિવારને સોંપી હતી તો છેલ્લા ઘણા સમય થી વિખૂટી પડેલી મહિલાનો પરિવાર સાથે મેળાપ થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે મહિલાના પરિવારે તિલકવાડા પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!