AHAVADANGGUJARAT

Dang: શ્રેષ્ઠ કામગીરી બદલ પી.આઇ નિખિલ ભોયાને શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં હસ્તે પ્રશિસ્ત પત્ર એનાયત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકમાં ટૂંકા ગાળામાં જ પ્રશંસનીય કામગીરી કરવા બદલ સાપુતારા PI નિખિલ ભોયાને રાજયનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં હસ્તે પ્રશિસ્ત પત્ર એનાયત કરાયુ.. ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રસંશનીય કામગીરી કરવા બદલ 15મી ઓગસ્ટનાં રોજ સાપુતારા પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ ભોયાને  પ્રશિસ્ત પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.નિખિલભાઈ ભોયાએ લોકસભાની ચૂંટણી દરમિયાન આચારસંહિતાનાં અમલ રૂપે સાપુતારા પોલીસ મથક વિસ્તારમાંથી ત્રણ જેટલા ફાયર આર્મ્સ સાથે હાર્ડકોર ક્રિમિનલ્સને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.આ પ્રશંસનીય સેવા  બજાવવા તથા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ ઝેડ.ભોયાને આહવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા કલેક્ટર બી.બી.ચૌધરી અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાની ઉપસ્થિતમાં રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં હસ્તે પ્રશિસ્ત પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.તેમજ ભવિષ્યમાં પણ આ રીતે જ અવિરત સેવા આપતા રહે એવી અભિલાષા કરવામાં આવી હતી.જિલ્લા કક્ષાનાં રાષ્ટ્રીય પર્વનાં પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓએ  પ્રશિસ્ત પત્ર મેળવનાર પી.આઈ. નિખિલભાઈ ભોયાને અભિનંદન પાઠવ્યા હતા..

Back to top button
error: Content is protected !!